Radhika Hospital | Gol Davakhanu in Amreli, Gujarat, India http://www.radhikahospital.com Managed By Netra Chikitsa Trust Amreli Sun, 16 Sep 2018 14:38:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=4.9.9 http://www.radhikahospital.com/wp-content/uploads/2016/12/cropped-favicon-1-32x32.png Radhika Hospital | Gol Davakhanu in Amreli, Gujarat, India http://www.radhikahospital.com 32 32 અનિન્દ્રા http://www.radhikahospital.com/anindra/ Mon, 26 Mar 2018 12:38:27 +0000 http://www.nctayurvedacollege.in/?p=5879

 Insomnia (अनिद्रा )

નિદ્રા શરીરની પ્રાથમિક આવશ્યકતા છે. યોગ્ય નિદ્રા બાદ જ વ્યક્તિ પોતાના રોજીંદા  કામ વ્યવસ્થિત કરી શકે છે. સામાન્ય વ્યક્તિએ રોજ ની  ૬ – ૮ કલાક ની નિદ્રા લેવી અનિવાર્ય છે. આયુર્વેદમાં નિદ્રાનું મહત્વ દર્શાવતા આચાર્ય ચરકે કહ્યું છે કે

निद्रायतं सुखं-दु:खं पुष्टि: काश्यॅ बलाबलम् ।

वृषता कलीबता જ્ઞ।नमજ્ઞ।नं जीवितं न च।।

મતલબ શરીરના સુખ, દુઃખ ,જાડાપણું , પાતળાપણું ,બળ ,નબળાઈ ,જ્ઞાન ,અજ્ઞાન બધા જ માપદંડ નિદ્રા પર આધારિત છે.

यदा तु मनसि  क्लान्ते कमॉत्मानः क्लमान्विता:।

विषयेभ्यो निवर्तन्ते तदा स्वपिति मानव:।।

નિદ્રા ક્યારે આવે ? જયારે વ્યક્તિનું મન કાર્ય કરીને થાક અનુભવે ત્યારે તે બધી ઇન્દ્રિયો સાથેનો સંપર્ક તોડી દે છે અને આ સમયે મનુષ્યને નિંદ્રા આવે છે.  National  sleep  Foundation નાં મત મુજબ હાલમાં થયેલ સંશોધનો દર્શાવે છે કે મગજ જ્યારે પોતાની જાગૃત અવસ્થાને છોડી નથી શકતું એ સમયે અનિદ્રા નામનો રોગ થાય છે. મગજમાં બે Cycles  હોય છે. Sleep Cycle અને Awake Cycle ,અનિદ્રા આ બને Cycle માંથી કોઈ એક અથવા બંને Cycle માં થયેલ સમસ્યાના લીધે થાય છે .

અનિદ્રા થવાના મુખ્ય બે કારણ છે. અન્ય રોગના લીધે થતી અનિદ્રા અને કોઈપણ રોગ વગર તમારૂં મગજ જાગૃત રહેવાના કારણે થતી અનિદ્રા. અનિદ્રા માટે જવાબદાર છે ડીપ્રેશન,વધારે પડતા વિચારો,ચિંતા ,દિવસના સમયે સૂવું,રાત્રિના સૂવાના સમયમાં ફેરફાર ,ચા-કોફીનું વધારે સેવન ,આલ્કોહોલનું સેવન, તમાકુનું સેવન ,રાત્રિના સમયે વધારે અને પચવામાં ભારે ખોરાક લેવો,એસીડીટી કરે એ પ્રકારનાં ખોરાકનું સેવન,રાત્રીના સમયે વધારે પડતા મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ વગેરે.

મગજ Relax  થવા માટે ઠંડું વાતાવરણ ,અંધકાર ,Comfortable પથારી,વિચાર મુક્તતા જરૂરી છે જેથી મગજ Relax થાય અને નિદ્રા આવી શકે. રીસર્ચના આંકડા પ્રમાણે કુલ વસ્તી ૧૦% થી ૧૫% લોકો અનિદ્રા થી પડાય છે.

અનિદ્રા દુર કરવા માટે સાંજના સમયે ચા-કોફી નું સેવન ન કરવું ,ચિંતા,વિચારો દુર કરવાં, કમ્પ્યુટર અને મોબાઈલ નો ઉપયોગ રાત્રિનાં સમયે કરવાથી મગજ વધારે સતર્ક બને છે. આથી રાત્રિનાં સમયે મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ ટાળવો.  આ ઉપરાંત અંધકાર અને ઠંડા વાતાવરણમાં મગજની સક્રિયતા ઓછી થાય છે માટે સુવાના સમયે સુવાની જગ્યા પર ઓછો પ્રકાશ અને વાતાવરણ ઠંડુ રહે તે માટે નાં ઉપાયો કરવા, પચવામાં હલકો અને એસીડીટી જેવા રોગો ન કરે તેવો ખોરાક લેવો, દિવસ દરમિયાન સક્રીય રહેવું, જેથી રાત્રિનાં સમયે મગજ થાકના લીધે ઓછું સક્રીય બને છે અને ઉંઘ આવે. આપણું શરીર એક Biological Cycle પ્રમાણે કામ કરે છે માટે સુવાનો અને ઉઠવાનો એક નિશ્ચિત સમય નિર્ધારિત કરવો જેથી Biological Cycle પ્રમાણે દરરોજ નિશ્ચિત કરેલા સમયે  નિદ્રા આવે .આ ઉપરાંત આયુર્વેદમાં અનિંદ્રાનાં અભ્યંગ  ,ઉત્સાદન,શિરોધારા ,શિરોપિચું,અક્ષિતર્પણ ,શિરોલેપ ,મુખલેપ જેવા ઉપાયો દર્શાવેલ છે. જે આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ્યની દેખરેખ નીચે લઇ શકાય .યોગશાસ્ત્ર પ્રમાણે પ્રાણાયામ,ધ્યાન અને શવાસન જેવા આસનો પણ અનિદ્રાનાં ઉપચાર માટે ઉપયોગી નીવડે છે .

સલગ્ન વિષયની હેલ્થ ટીપ્સ મેળવવા માટે અમારી વેબસાઈટ ને જમણી બાજુ દેખાતા  લાલ બેલ  સબસ્કીર્બ કરો.

 

 

]]>
સુવર્ણપ્રાશન સંસ્કાર http://www.radhikahospital.com/suvarna-prashan-sanskar/ Wed, 14 Mar 2018 06:17:35 +0000 http://www.nctayurvedacollege.in/?p=5869

સુવર્ણપ્રાશન

 

सुवर्णप्राशनं हि ऐतत् मेघाग्निबलवधॅनम् ।

आयुष्यं मङलं पुण्यं वृष्यं वण्यँ ग्रहापहम्।।

मासात् परममेघावी व्याधिभिनॅच धृष्यते।

षडि्भमासैः श्रुतधरः सुवर्णप्राशनाद् भवेत्।।

 

સુવર્ણપ્રાશન એ આયુર્વેદે આપેલ એક સંસ્કાર છે. સુવર્ણપ્રાશન ની બનાવટમાં શુદ્ધ સોનાનો ઘસારો   મધ – બ્રાહ્મી –શંખપુષ્પી-વચા-જ્યોતિષ્મતિ જેવા યાદશક્તિ વધારનાર દ્રવ્યો ,ગડુચી –કીરાતતિક્ત –ભૂમિઆમલકી જેવા રોગ પ્રતિકારક શક્તિ વધારનાર દ્રવ્યો, અજમોદા- ત્રિકટુ-શતપુષ્પા-બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ જેવા પાચનશક્તિ વધારનાર , પાચનમાર્ગનાં રોગો,શ્વસન માર્ગના રોગોથી રક્ષા કરનાર અને ભૂખ ઉઘાડનાર દ્રવ્યો તથા વિડંગ જેવી કૃમિનાશક દ્રવ્યોનો ઉપયોગ થાય છે .

સુવર્ણપ્રાશન સંસ્કાર થી બાળક , સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત  રહે છે . બાળકની યાદશક્તિ , મેઘાશક્તિ ,ગ્રહણશક્તિ ,પાચનશક્તિમાં વધારો થાય છે . બાળક મેઘાવી અને પ્રતિભાશાળી બને છે . બદલાતી ઋતુ, ખોરાક – પાણી નાં લીધે થતા એલર્જીક રોગો થતા નથી અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે .

કાશ્યપ સંહિતામાં સુવર્ણપ્રાશનનાં ફાયદા દર્શાવતા કહેલ છે કે તે મેઘા અને અગ્નિ વધારનાર છે .આયુષ્ય વધારનાર છે . બાળકને કોઈ પણ પ્રકારના રોગો થતા નથી અને જે બાળક છ મહિના સુધી સતત સુવર્ણપ્રાશનનું સેવન કરે છે એવા બાળકો ને સાંભળેલી વસ્તુ પણ તરત જ યાદ રહી જાય છે

આયુર્વેદમાં પુષ્યનક્ષત્રનું ખૂબ જ મહત્વ છે .આ કારણે નેત્રચિકીત્સા આયુર્વેદ હોસ્પિટલમાં પુષ્યનક્ષત્રનાં શુભ અવસરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે .

તારીખ-૨૭/૦૨/૨૦૧૮ નાં રોજ થયેલા આ કેમ્પમાં ૭૦૦ થી વધારે લાભાર્થીઓ એ આ કેમ્પનો લાભ લીધેલો છે .

આગામી દરેક   પુષ્યનક્ષત્રમાં પણ નેત્રચિકીત્સા  આયુર્વેદ હોસ્પિટલ માં આ પ્રકારનો કેમ્પ યોજાશે તો દરેક વાલીઓને પોતાના બાળકો ને આ કેમ્પમાં સુવર્ણ પ્રાશન આપવા નમ્ર વિનંતી .

 

 

નેત્ર ચિકિત્સા આર્યુવેદિક હોસ્પિટલ

ગોળ દવાખાનું ,ચિતલ રોંડ .અમરેલી.

(02792) 223316, 220620

 

]]>
બાપ ..રે આ “આધાશીશી (Migraine) “નો દુખાવો http://www.radhikahospital.com/bap-re-aa-aadhashisi-migraine-no-duukhavo/ Sat, 24 Feb 2018 06:13:42 +0000 http://www.nctayurvedacollege.in/?p=5865

આધાશીશી (Migraine) એક એવી સમસ્યા છે જેના લીધે લોકોની  કાર્યશૈલી ખોરવાય છે. રીસર્ચના આંકડાઓ પ્રમાણે આધાશીશી ત્રીજો સૌથી સામાન્ય રીતે થતો અને સાતમો સૌથી વધારે રોજિંદી જીંદગીમાં ખલેલ કરતો રોગ છે. લોકો આ સમસ્યાથી બચવા માટે  Pain killer  Painનો ઉપયોગ કરે છે. પરંતુ તે આધાશીશીના કારણો ? આયુર્વેદના ગ્રંથ ચરક સંદીતામાં આપેલ કારણો છે.   सन्धारणात दिवास्वपनात् रात्रि जागरणात् मदात મતલબ છે. ભૂખ, છીંક, નિંદ્રા, બગાસું જેવા કુદરતી વેગોનું ધારણ દિવસમાં લીધેલી ઊંઘ રાત્રે કરેલું જાગરણ, આલ્કોહોલનું કરેલું સેવન, પાચન ન થયું હોય છતા વારંવાર ખોરાક લેવો, તીવ્ર સુગંધ લેવી, ધૂળ ધુમાડા વાળા વાતાવરણમાં જવું, વધારે ઠંડુ પાણી પીવું, આ અને આવા અનેક કારણો આપેલા છે.

આ દરેક કારણો પર વિચાર કરતા એવો નિષ્કર્ષ કરી શકાય કે આ દરેક કારણ આપણી રોજિંદી જીવનશૈલી સાથે જોડાયેલ છે. દા. ત. –  शीताम्बुसेवन  મતલબ ઠંડુ પાણી પીવું. હાલમાં દરેક વ્યક્તિ ફક્ત ફ્રીજના પાણી પીવાજ ટેવાયેલો છે. મોબાઈલ અને કોમ્પુટરના યુગમાં દરેક વ્યક્તિ રાત્રીની પૂરી ઊંઘ નથી લઇ શકતા કામ અને પૈસા બનવાનીઆંધળી દોટમાં કુદરતી વેગ જેવા કે ભૂખ, નિંદ્રા વગેરેનું ધારણ કરે છે.

આ સંપૂર્ણ ચર્ચાનો નિષ્કર્ષ એજ કરીશકાય કે આધાશીશી આપણી ખોટી જીવનશૈલીના લીધે થતો રોગ છે. જેને  Lifestyle Disorder તરીકે ઓળખાય છે. તો આ સમસ્યાનો હલ પણ એકદમ સરળ છે. તમારી ખોટી જીવનશૈલીમાં સુધારો. દિવસે ઊંઘ ન લેવી, રાત્રે જાગરણ ન કરવું, માટલાનું પાણી પીવું, ભૂખ લાગે ત્યારે જ અને જેટલી ભૂખ હોય એ પ્રમાણે જ આહાર લેવો. પાચન ન થયું હોય ત્યાં સુધી બીજો ખોરાક ન લેવો. આલ્કોહોલ ન લેવો, વધારે મોટેથી ન બોલવું, મોબાઈલ, કોમ્પુટર નો ઉપયોગ જરૂરી હોય ત્યારેજ કરવો. આ બધા સરળ ઉપાયો છે. આયુર્વેદમાં શિરોધારા,  નસ્ય, શીરોઅભ્યાંગ, અગ્નીકર્મ, ઉપનાહાસ્વેદ, આધાશીશી માટેની અક્ષીર સારવાર છે. તો આધાશીશી નાં દર્દીઓને સચોટ સારવાર માટે  નેત્ર ચિકિત્સા આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લેવી.

ડૉ. ભાગ્યશ્રી ભીમાણી

MD. KAYCHIKITSA(ayurved)

Netra chikitsa trust ayurved hospital

Amreli.

Helpline – 91 04 50 25 78

Time – 10:30  to 1 :00 pm

]]>
સ્વસ્થ રહો ખુશ રહો http://www.radhikahospital.com/123/ Wed, 14 Feb 2018 12:57:06 +0000 http://www.nctayurvedacollege.in/?p=5832 વ્હાલા મિત્રો
નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ અમરેલી અને નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા આપના સુખાકારી,સ્વસ્થ ,નીરોગી જીવન માટે અતિ ઉપયોગી ” હેલ્થ ટીપ્સ” વિભાગ ની શરૂઆત કરવામાં આવી છે. અમારી વેબસાઈટ www.nctayurvedacollege.in ના માધ્યમ વડે આપ સૌ નિયમિત રીતે સ્વાસ્થ્ય,નીરોગી જીવન,પોષક આહાર, રોજ બરોજ ની નાની મોટી  સ્વાસ્થ્યને લગતી સમસ્યાના નિવારણ સબંધી જાણકારી,માહિતી અને માર્ગદર્શન  જે તે વિષયના નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેળવી શકશો.

” સ્વસ્થ રહો ખુશ રહો ”

   આર્ટીકલ ૧  – ”  દૂધ “

  

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

ગાય ના દુધના માં રહેલા પોષક તત્વો અને તેનું મહત્વ.

ગાયના દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે ગાયના દૂધમાં એક મહત્‍વનું ઘટક ઓમેગા-૩ ફેટી એસીડ (Omega-3 Fatty acid) વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તથા Cerebroside (સેરીબ્રોસાઇડ) નામનું તત્‍વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક બને છે. તે ‘‘બ્રેઇન ટોનીક’’ છે. ગાયના દૂધમાં જ ‘‘સ્‍ટ્રોન્‍શીયમ’’ (Strontium) નામનું તત્‍વ છે. જે અણુવિકિરણો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ગાય ના દૂધ માં વધુ માત્ર માં વિટામીન એ, વિટામીન ડી, અને ફોસ્ફોરસ હોય છે. તે શરીર માં કેલ્શિયમ ના શોષણ કરવામાં મદદ કરે છે. તે જીવન માં આવતી બીમારીઓ જેવીકે  હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ની શક્યતા ઘટાડે છે. ગાય ના દૂધ માં કેલ્શિયમ ભરપુર માત્ર માં હોય છે. તે તમારા બાળકના દાંત અને હાડકા મજબુત બનાવે છે. કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો વધારે હોવાથી તે બાળકો માં સ્નાયુઓનું નિયંત્રણ અને બાળક ની પ્રવૃતિઓ માં વધારો કરે છે. ગાયના દૂધમાં કાર્બોહાઇડ્રેટ પણ હોય છે જે તમારા બાળક ને દિવસ દરમિયાન ચુસ્ત રાખે છે.

સફેદ રંગનું કેમ હોય છે?

આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે .

દૂધનું આયુર્વેદમાં મહત્વ

આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહિતામાં જણાવ્યા મુજબ ‘ગવ્યં દશગુણં પય:’, એટલે કે, ગાયના દૂધમાં દશ ગુણ છે.  મહર્ષિ ચરક ના ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને ‘ક્ષીરં જીવયતિ’ કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.( માહિતી સોર્સ – ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય )સ્વસ્થ,નીરોગી અને તાજગીભર્યા જીવન માટે રોજ ગાયનું  દૂધ નું સેવન કરીએ…. તો જાગ્‍યા ત્‍યાંથી સવાર!

सवेँ सन्तु निरामय

” સ્વસ્થ રહો ખુશ રહો “વિષય આધારિત નવી નવી ઉપયોગી માહિતી મેળવવા અમારી વેબ ચેનલ ને નોટીફીકેશન ( red bell) બટન  દબાવીને સબસ્ક્રીબ કરો .

 

નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ અમરેલી .

નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આર્યુવેદિક હોસ્પિટલ

]]>